મોરપિચ્છ - જયંત પલાણ
મારી પહેલી તે પ્રીતનો
મ્હોર્યો પારિજાત,
ઝૂકી ઝૂકી ઉરને આંગણ
કરતો સુગંધભરી વાત,
- મારી પહેલી ...
ફૂલ ફૂલની ફોરમ લઇને
વહેતા મનના વાયુ,
હૈયાના ધબકારા કહેતા :
'લોચન કોક લપાયું;'
ચેન નહીં દિવસના, વીતે
વસમી સપને રાત :
- મારી પહેલી ...
પ્રાણ તણી વીણાના તારે
ગૂંજે ગીત અજાણ્યાં,
વ્યાકુળ ઉરના મધુર અજંપા
મન ભરીને માણ્યા;
ઊઠી મારા પ્રીત-પટોળે
મોરપિચ્છની ભાત :
- મારી પહેલી ...
5 Comments:
Sundar! Once again welcome to the Gujarati Blogging World. - SV ( http://forsv.com/guju/ )
પહેલો વાર તે રાણાનો.... પહેલી જ પસંદગી ઘણી સુંદર અને હૃદયસ્પર્શી... બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત અને શુભેચ્છાઓ.... આ રેસમાં અંત સુધી ટકી રહો એવી અંતરેચ્છા!
અભિનંદન...સુંદર રચના છે.
વિવેકની વાત ખરી છે, બહુ જ સરસ ગીત છે.
ઊઠી મારા પ્રીત-પટોળે મોરપિચ્છની ભાત ... અદભૂત વાત !
આ જયંત પલાણ છે કોણ ? કોઈ વધુ જાણે છે એમના વિષે ?
એમનો જન્મદિવસ - Dec 28,1924.
મારી પાસે વધુ માહિતી કે એમની બીજી રચનાઓ નથી.
Post a Comment
<< Home