મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Wednesday, June 14, 2006

વીજળીને ચમકારે - ગંગા સતી




વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !
નહિતર અચાનક અંઘારા થાશે;
જોતજોતાંમાં દિવસ વયા ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે.... - વીજળીને ચમકારે

ભાઇ રે ! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ !
આ તો અધૂરિયાને નો કે'વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય... - વીજળીને ચમકારે

ભાઇ રે ! નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઇ !
જાણી લિયો જીવની જાત;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત - વીજળીને ચમકારે

ભાઇ રે ! પિંડ બ્રહ્માંડ્થી પર છે ગુરુ પાનબાઇ !
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ. - વીજળીને ચમકારે

2 Comments:

At 12:36 AM, Blogger Think Life said...

Welcome to Gujarati Netizens' world, Jayashree bahen!
You have selected an extraordinary work of Gangaa satee, Jayashree bahen!
The choice itself reflects the depth of your "being". If you happen to get more of Gangaa Satee's work, please publish it.
All the best to your blogs!
May I invite you to:
http://gujaratiblog.blogspot.com
http://gujarat1.blogspot.com
... Harish Dave

 
At 5:40 AM, Blogger વિવેક said...

આશરે અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગામના ગંગાસતી અથવા ગંગાબાઈ એ ભક્તિ, યોગસાધના, બોધ તથા સાક્ષાત્કાર એવી ભૂમિકાને સાકાર કરતાં પદો લખ્યાં છે. ભાવની માર્મિક્તા અને ભાવકને તન્મય કરી દેતી લયાત્મક્તા ગંગાબાઈના પદોની લાક્ષણિક્તા છે. કુલ ચાળીસેક પદોમાંથી અડધા પદો એમણે પાનબાઈને સંબોધીને લખ્યાં છે. એવું મનાય છે કે પાનબાઈ એમનાં પુત્રવધુ હતાં જેમને શિક્ષણ આપવા માટે ગંગાસતીએ પદો રચ્યા હતાં.

 

Post a Comment

<< Home