મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Thursday, June 15, 2006

પાસપાસે તોયે - માધવ રામાનુજ


પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !

જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.


રાતદીનો સથવાર તે સામે મળવાનું તો

કોઇ દહાડો સુખ મળતું નથી,

આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી

ફળિયામાં સળવળતું નથી;


આસુંનેયે દઇ દીધો છે ભવનો કારાવાસ...

પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !


ઝાડથી ખરે પાંદડું એમાંય

કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?

આપણી વચ્ચે 'આવજો'ની કોઇ ભીંત હશે,

કે યાદ જેવું કોઇ બારણું હશે?


પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ !

જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

4 Comments:

At 10:43 PM, Blogger વિવેક said...

મનભાવન ગીત...

 
At 4:38 AM, Anonymous Mrugesh Shah said...

હેલો જયશ્રી,

ખરેખર બહુ જ સરસ કાવ્ય છે. એની શરૂઆત જ કેટલી સુંદર છે.

પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.


આવા સુંદર સાહિત્યનું આસ્વાદન સતત મળતું રહે એજ અપેક્ષા સહ

લિ.
મૃગેશ શાહ

 
At 7:40 PM, Anonymous urmi said...

Jayshree,

this is a really ni poetry... liked it a lot!

 
At 7:41 PM, Anonymous urmi said...

Jayshree,

this is a really nice poetry... liked it a lot!

 

Post a Comment

<< Home