મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Saturday, June 17, 2006

મુક્તકો - કૈલાસ પંડિત

કોયલોના કાન સરવા થઇ ગયા
ઊતર્યા છે ક્યાંથી ટહુકા પહાડમાં
મોરલી ગુંજી હશે વૃંદાવને
ઘૂંઘરું ખનક્યા હશે મેવાડમાં
-------------------------------------------------

દ્વાર ખખડ્યું કે વિચાયું ખોલતા
એ જ મળવાને મને આવ્યા હશે
મેં પછી સમજાવતા મુજને કહ્યું
આટલી રાતે તો એ હોતા હશે ?
-------------------------------------------------

અમસ્તી કોઇ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે
કોઇનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના 'કૈલાસ' દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે
-------------------------------------------------

એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છુટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઇ ગયાં તમે
થોડીઘણી સુગંઘ તો મૂકી જવી હતી
-------------------------------------------------

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?
-------------------------------------------------

4 Comments:

At 11:05 PM, Blogger વિવેક said...

પ્રિય જયશ્રી,

તમારી પસંદગી અને ઝડપ-બંને કાબિલ-એ-દાદ છે. પણ હું વાંકદેખો છું અને મને દોષ જ દેખાય છે. મારા બ્લોગમાં ત્રણ ડઝનથી પણ વધુ બ્લોગનું લિસ્ટ છે પણ મને જે વ્યક્તિ ખરેખર ગુજરાતી ભાષાની સેવા કરવા માટે પગ મૂકતી જણાય છે તેના બ્લોગમાંજ હું નુક્તેચીની કરવા ઉશ્કેરાઉં છું. ગુજરાતી ખોટું લખવામાં આપણે આપણી માતૃભાષાને નુક્શાન કદાચ વધુ પહોંચાડીએ છીએ. મને માફ કરજો, પણ જોડણીની ભૂલ મારી આંખને તરત જ ખટકે છે.


વૃ લખવા માટે આ પ્રમાણે ટાઈપ કરશો: vRu.
વિચાર્યું લખવા માટે : vichaaryu^
રુપ ની જગ્યાએ : રૂપ... roop
નીચોવી ની જગ્યાએ : નિચોવી


તમારું કામ મને મારું પોતાનું લાગે છે એટલે મારું ગણીને વાત કરી છે.... માનું છું આપ સમજી શક્શો...

 
At 12:32 AM, Anonymous Anonymous said...

Hi Jaishree,

Happy to know many people are fan of Gujju Literature.
U have also a nice collection.

એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છુટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઇ ગયાં તમે
થોડીઘણી સુગંઘ તો મૂકી જવી હતી
Excellent one....!!!

 
At 1:03 AM, Anonymous Anonymous said...

બહુ જ સુંદર પંક્તિઓ છે. લાજવાબ ! મજા પડી ગઈ ! અને સાથે સાથે બધા બ્લોગરોને એ પણ ફાયદો છે કે આપણા સૌની સાથે શ્રી વિવેકભાઈ જેવા માર્ગદર્શક પણ છે. ગુજરાતી સાહિત્ય હવે આકાશને આંબી રહ્યું છે એ વાતમાં કોઈ શંકા નથી.

 
At 4:58 PM, Anonymous Anonymous said...

Hi Jayshree,

very good collection... enjoyed it!

વિવેક્ભાઇ, તમે આપેલી ટીપ્સ મને પણ કામ આવશે... આભાર. એમ પણ જેવી રીતે પ્રશંસા સાંભળવાથી પ્રોત્સાહન મળે છે, તેવી જ રીતે દોષ જાણવાથી એને સુધારવાની તક મળે છે... and there is always room for an improvement for everyone, right!!

 

Post a Comment

<< Home