મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Tuesday, June 20, 2006

સાગરતીરે અલસ તિમિરે - રઘુવીર ચૌધરીસાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
મોજું આવે કોક રહીને અડકે ચરણ જતાં.

ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી,

દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

કરે સ્પર્શ અંધાર શ્વાસને,
એક કરે મુજને - વિશાળને,

કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

2 Comments:

At 3:37 PM, Blogger Suresh said...

અલસ નો અર્થ શો?

 
At 10:32 PM, Blogger વિવેક said...

અલસ એટલે (1) આળસથી ભરેલું,સુસ્ત (2) ધીરું, મંદ.

 

Post a Comment

<< Home