મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Tuesday, July 11, 2006

સાહ્યબો - રઘુનાથ બ્રહ્મભટ્ટ



સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની,
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,
કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી.

રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ :
ઓઢણી ઓઢી ઉમંગની.

- રઘુનાથ બ્રહ્મભટ્ટ
( જન્મ : ડિસેમ્બર 13, 1892 ; અવસાન : જુલાઇ 11, 1983 )

3 Comments:

At 1:30 AM, Blogger વિવેક said...

Nice post....

 
At 7:54 PM, Anonymous Anonymous said...

સુંદર કૃતિ છે. અમે અમારી વેબસાઇટ પર થોડા દિવસો પહેલા જ આ કૃતિ મુકી હતી. (http://www.gurjardesh.com/tabid/133/EntryID/17/Default.aspx)

 
At 3:22 AM, Blogger Pankaj Barot said...

Great literary legend awaits his true recognition from gujarati literature. We are all proud of him .

 

Post a Comment

<< Home