મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Wednesday, July 05, 2006

હોઠ હસે તો - હરીન્દ્ર દવે
હોઠ હસે તો ફાગુન
ગોરી ! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન.

તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;

એક જ તવ અણસારે
મારા વિશ્વ તણું સંચાલન.

અણું જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ.
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ;

તવ શ્વાસોનો સ્પર્શ
હ્રદય પર મલયહાર મનભાવન.

કોઇને મન એ ભરમ, કોઇ મરમીના મનનું મિત,
બે અક્ષર પણ ભર્યાભર્યા, પ્રિય, માણી એવી પ્રીત;

પલ પલ પામી રહી
પરમ કો મુદા મહીં અવગાહન.

(મુદા એટલે અવધિ, સમય મર્યાદા ; અવગાહન એટલે એમાં રસતરબોળ થઈ જવું )

3 Comments:

At 9:56 AM, Blogger manvant said...

બે અક્ષર પ્રીત ના ?હોઠ હસે જ !
સુંદર કાવ્ય છે. અભિનંદન.

 
At 6:30 PM, Blogger Nav-Sudarshak said...

One of the most known creation of Harindra Dave. Very popular lines in Gujarati poetry. Your Blog is very elegant. And so is the selection. ... Harish Dave

 
At 11:32 PM, Blogger વિવેક said...

'હોઠ હસે તો ફાગુન' પંક્તિ વર્ષો પહેલાં જ્યારે પ્રથમવાર વાંચી હતી ત્યારે અનાયાસ જ કંઠસ્થ થઈ ગઈ હતી. કદાચ એ જ સાચી કાવ્ય-શક્તિ છે!

 

Post a Comment

<< Home