મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Sunday, June 25, 2006

બીજું હું કાંઇ ન માગું - 'બાદરાયણ'


આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .

તૂંબડું મારું પડ્યું નકામું
કોઇ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.

સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .

એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઇ મસ્ત હું રાચું.

આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું

'બાદરાયણ' - ભાનુશંકર બા. વ્યાસ

2 Comments:

At 6:36 AM, Blogger વિવેક said...

સાચે જ સરસ કાવ્ય.

 
At 8:56 AM, Anonymous Anonymous said...

નમસ્તે જયશ્રી,

પ્રથમ બે પંક્તિઓ મેં વર્ષો પહેલાં ક્યાંક વાંચી હતી અને તુરંત કંઠસ્થ થઇ ગઇ હતી... આજે પ્રથમવાર આખી કવિતા વાંચવા મળી.... ખુબ જ સરસ છે.

ઘણો આભાર જયશ્રી...

 

Post a Comment

<< Home