મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Thursday, June 29, 2006

તમારું જ નામ - અઝીઝ ટંકારવીઅમારા હ્રદયમાં તમારો મુકામ,
આ હૈયું મટીને થયું તીર્થધામ.

તમે આંગળી મારી પકડી અને
પલકભરમાં રસ્તો થયો આ તમામ

થયું ધૂળધાણી ક્ષણોમાં બધું
અહમ્ નો અમારો આ કેવો દમામ !

લથડવાનું પહેલેથી નક્કી હતું
તમે જ્યાં પીધાં ઝાંઝવાના જ જામ

ભલે લોક એને કહે છે ગઝલ
'અઝીઝે' લખ્યું છે તમારું જ નામ.

2 Comments:

At 11:43 PM, Anonymous Vaishali said...

"તમે આંગળી મારી પકડી અને
પલકભરમાં રસ્તો થયો આ તમામ

થયું ધૂળધાણી ક્ષણોમાં બધું
અહમ્ નો અમારો આ કેવો દમામ !"

I liked this...!!!!

Vaishali

 
At 12:15 PM, Anonymous Urmi Saagar said...

very nice....

 

Post a Comment

<< Home