મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Friday, June 30, 2006

ચોટ ગોઝારી - અમૃત 'ઘાયલ'


અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી;
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી...

ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી...

મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી !...

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી ?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી...

1 Comments:

At 6:32 AM, Blogger વિવેક said...

મારી વાંકદેખી આંખો જે અણધારી અને ગોઝારી ચોટ કરે છે એનું શું કરું? શીર્ષક અને પોસ્ટ-બંને જગ્યાએ ગોઝરીની જગ્યાએ ગોઝારી...


ઘાયલની આ અદભૂત ગઝલ છે.... દરેક શેર એક અલગ જ કાવ્ય છે...

 

Post a Comment

<< Home