આભાર - રીડગુજરાતી.કોમ
ચિત્રલેખા વાંચીને રીડગુજરાતી.કોમ વિષે જાણ્યું. અને ત્યાંથી તો ગુજરાતી બ્લોગજગતનો ખજાનો જ મળ્યો. ફોર એસ વી, લયસ્તરો, શબ્દો છે શ્વાસ મારાં, અને ઘણું ઘણું.
આજે રીડગુજરાતીને એક વર્ષ પુરુ થયું અને બીજા વર્ષમાં મંગલ પ્રવેશ.
શ્રી મૃગેશભાઇએ આમ તો આજે સાઇટને ખાસ બનાવી છે, અને પોતાના શબ્દોમાં ઘણી સરસ માહિતી આપી છે.. રીડગુજરાતી વિષે એમના શબ્દોમાં કંઇ સાંભળવું હોય, તો ઓસ્ટ્રેલિયાના એસ.બી.એસ. રેડિયોએ લિધેલી શ્રી મૃગેશભાઇની મુલાકાત અહીં પ્રસ્તુત છે.
Upload music at Bolt.
1 Comments:
જયશ્રી, રીડગુજરાતી વાળા મૃગેશભાઇની સાથે એક દિવસ વાતો થતી હતી એમાં એમના આ ઓસ્ટ્રેલીયા થી (સિડની રેડીયો) દ્વારા થયેલા ટેલીફોનીક ઇંટરવ્યુંની વાતો નીકળી હતી અને એમાં એમણે મને આ લિંક આપીને કહ્યું હતું કે ત્યાં તમને એ સાંભળવા મળશે અને મેં એ લ્હાવો લીધો હતો. અને ખુબ આનંદ થયો હતો. તે વખતે તો આ બ્લોગ પર તારો આભાર માનવાનું ચુકી ગયો હતો પણ આજે એ તક ઝડપી લઉ છું. આ ઇંટરવ્યું અહિં રાખી ને તે ખુબ જ સારું કામ કર્યું છે. ફરીથી એકવાર - આભાર અને ખુબ ખુબ શુભેચ્છાઓ.
Post a Comment
<< Home