મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Saturday, July 15, 2006

ગઝલ - હર્ષ બ્રહ્મભટ્ટ.



જા, કશીયે વાત ના કર,
પુષ્પ પર આઘાત ના કર.

ચૂપ મારે થૈ જવું છે,
મૌનમાં તું શબ્દ ના ભર.

આગ બન કે જળ બની જા,
બર્ફક થૈને આમ ના ઠર.

પીગળીને પાર તું થા,
આંસુમાં તું આમ ના તર.

સૂર્ય, તું આંખો મીંચી દે,
ઓસ પર આઘાત ના કર.

1 Comments:

At 11:17 PM, Blogger વિવેક said...

ગઝલનો મત્લો અદભૂત છે... અને આખી ગઝલ પણ સુંદર! મોરપિચ્છમાં આટલા બધા રંગો આટલી ત્વરાથી ઉપસી આવશે એવી આશા હતી જ, એને પુષ્ટિ આપવા બદલ આભાર...

 

Post a Comment

<< Home