મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Wednesday, July 19, 2006

આભ - મણિલાલ દેસાઇ

કવિ શ્રી મણિલાલ દેસાઇ ( જન્મ : 19 જુલાઇ, 1939 ; અવસાન : 4 મે, 1966 )



આભને નહીં હોય રે આભની માયા
નહીં તો એ વેરાન કે વને, આવળ બાવળ ઝાડ કે જને
ડોળતું નહીં રહેય રે એની સોનલવરણી છાયા!

વાદળી જરાક ઝૂકતી જરાક ઝરતી ક્વચિત નાવ લઇને નિજની
રહેતી ક્ષિતિજતીરે ફરતી દિવસરાત,
ક્યારેક ખાલીખમ ને ક્યારેક ભરતું ચોગરદમ, બીડેલા રીસમાં
રાધાશ્યામના જેવા હોઠ તો જાણે માંડે ઝાઝી વાત !
ક્યાંક સમાવે પાંખમાં પવન, ક્યાંક પવનને પાંખમાં ભરી
આવતું તરી દૂરથી મૂકી દૂર રે એની કાયા!

ઊતરે જોઇ જલ ને રહે ઝૂકતું જોઇ થલ, જરામાં લાગતાં ઝોકો
વેરાઇ જતું માનવી મનેમંન;
નમતે પ્હોરે તળાવપાળે કુવાથાળે ઊતરી બેસે ચકલાંટોળું,
લાગતું ત્યારે નભને જાણે ભીંજાતું એનું તંન!
કોઇ વેળા વન ઝૂકતાં, ઝાડવાં તૂટતાં, બાગમાં છૂટતા ફૂલફુવારા
એની સાત સમુંદર તરતી રહેતી છાયા!

1 Comments:

At 12:14 AM, Blogger વિવેક said...

પ્રિય જયશ્રી,

તમારી વેબસાઈટ પર ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લૉગની લિન્ક આ પ્રમાણે બદલવા વિનંતી છે:

શબ્દો છે શ્વાસ મારાં
www.vmtailor.com

વિવેક

 

Post a Comment

<< Home