ત્યાં સુધી - ભાનુપ્રસાદ ત્રિવેદી
તરું છું તામ્રપત્રમાં થકાય ત્યાં સુધી
ઠગ્યા કરું મને જ હું ઠગાય ત્યાં સુધી.
નિજી હતી એ જાતરા ને પારકાં ચરણ
ઉધાર માગતો રહ્યો મગાય ત્યાં સુધી.
કરી લીઘી છે સંધિ જાત સાથે ક્યારની
રહું છું ભાગતો સ્વ-થી ભગાય ત્યાં સુધી.
મને ડુબાડવામાં તને ભાન ના કે હું -
તને જ તાગતો રહ્યો તગાય ત્યાં સુધી.
ચળાવવાય એટલા થતા પ્રયત્ન, કે -
ચણાઇને ખડો હવે ડગાય ત્યાં સુધી.
અલ્પક રાતનાં ભર્યાં એવાં ભરણ નભે -
ફરકી નહીં સવાર પણ, જગાય ત્યાં સુધી.
સ્વરો ને વ્યંજનોની ઘોરમાં દટાઇ રહ્યો
હિમે દગોના થીજતો, ધગાય ત્યાં સુધી.
( આ ગઝલનો ભાવાર્થ મને બરાબર ના સમજાયો. તમે મદદ કરશો ? )
1 Comments:
મારા મત પ્રમાણે,
અહીં કવિએ કોઈકને પોતાના માની લીધા છે. પણ સામે પક્ષે એ વાત સ્વીકારવા તૈયાર નથી અને સાવ છોડીને પણ જતા નથી! કવિને પણ એ વાતનો અહેસાસ છે, પણ એમનુ મન માનવા તૈયાર નથી અને પોતે પોતાના સ્વપ્નમાં જ રહેવા માંગે છે. ફૂલ રૂપી કવિને એમ કે પોતે પાણી પર તરી રહ્યા છે, પણ એતો ખરેખર તામ્રપત્ર છે અને તામ્રપત્ર પાણીમા તરે છે!
- હાર્દિક
Post a Comment
<< Home