આકાશનું ગીત - અનિલ જોશી
- કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?
ગોફણની છૂટતો પથ્થર થઇને કયાંક
પટકાતું ભોંય મને લાગું
ગુલમ્હોરી ડાળખીના લીલા આકારને
ઝૂકી ઝૂકીને તોય માગું
કલરવની સુંદરીને લઇને પસાર થતી જોઇ લઉં પોપટની પાલખી
- કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?
વગડાનું ઘાસ નથી માંગ્યું સખી, કે નથી
માગી મેં પર્વતની ધાર
ચકલીનો નાનકો ઉતારો આપીને તમે
લઇ લ્યો ને ઊડતો વિસ્તાર !
નીકળતા વાયરે ચડતી પતંગના કાગળમાં ગીત દઉં આળખી
- કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?
(આ રચના સમજવામાં મદદ કરશો? )
કવિ શ્રી અનિલ જોશી ( જન્મ : 28 જુલાઇ,1940 )ની બીજી રચનાઓ :
ગીત ( મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી )
અમે બરફના પંખી
પહેલા વરસાદનો છાંટો
કન્યા-વિદાય
દીકરી વ્હાલનો દરિયો...
2 Comments:
nice one !!!
આકાશનું ગીત એ આકાશની ધરતી અને એનું તાદાત્મ્ય અનુભવતી સૃષ્ટીને પામવાની મથામણનું વર્ણન કહી શકાય. આમા એક સ્તરે પહોંચેલા માણસની ભિન્ન સ્તરના માનવથી દૂર જવાની વ્યથા પણ છે
Post a Comment
<< Home