મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Monday, August 28, 2006

ક્ષમા - ફિલ બોસ્મન્સ

આજે સવંતસરી, એટલે મિચ્છામી દુક્કડમ કહીને સૌની માફી માંગવાનો, અને મિચ્છામી દુક્કડમ કહેનારને દિલથી માફ કરી દેવાનો દિવસ. તો આજે કોઇ ગીત, ગઝલ કે કવિતા ના બદલે, થોડા સરળ શબ્દોમાં એક-બે વિચારો.( અનુવાદ : રમેશ પુરોહિત )

કોઇને કંઇક આપતા રહેવું ખૂબ જ મહત્વનું છે
પણ ક્ષમા આપવી સૌથી મુશ્કેલ કામ છે.
હા, ક્ષમા ખરેખર આપવી એ અઘરું છે.
આમ છતાં મારે વારંવાર કઇંક આપવાનું હોય તો
એ છે ક્ષમા, ક્ષમા અને બીજું કાંઇ નહીં, પણ ક્ષમા.
હું માફ કરી દેવાનું બંધ કરું કે તરત જ એક દીવાલ ઊભી કરું છું
અને આ દીવાલ કેદખાનાના ચણતરનો પાયો નાખે છે.
આ જિંદગીમાં જે કાંઇ છે એમાં બે વસ્તુ મહત્વની છે
- સમજણ અને ક્ષમા.

હું ઘણા માણસોને જાણું છું
અને ઘણાનાં રહસ્યો મારી પાસે છે
અને બરાબર પામી ગયો છું કે
કોઇ પણ બે માણસો વચ્ચે કોઇ સામ્ય નથી હોતું
પ્રત્યેક વ્યક્તિને પોતાનું વિશ્વ છે
અને એ જીવે છે, અનુભવે છે, વિચારે છે અને પ્રતિભાવ આપે છે
પોતાનામાં સમાયેલા વિશ્વમાંથી.
અને એ વિશ્વનો ગહનતમ છાનો ખૂણો
હજી લગી મારાથી અજાણ્યો છે.
આથી જીવનની રોજિંદી ઘટમાળમાં
વિસંવાદ, ઘર્ષણ અને તાણનું હોવું
ખૂબજ સ્વાભાવિક લાગે છે.
જો માણસ એટલું સમજે કે
બીજી વ્યક્તિને પોતાનું નોખું વિશ્વ છે
અને એ ક્ષમા આપવા તૈયાર હોય તો જ
સાથે રહેવું શક્ય બને.
આમ ન કરીએ તો આખરે નસીબમાં રહે છે
રોજબરોજના પ્રહારો અને અંદરઅંદરના ઝગડાઓ.

---------


કોઇને માફ ન કરવાની તમારી મનોવૃત્તિ તમને નીચું જોવડાવે છે.
રોજ ને રોજ આવું હઠીલું મન રાખવું અને હૈયામાં હડહડતો તિરસ્કાર
રાખવો એનાથી વધારે કરુણ કશું જ નથી.
હા, હું એટલું જ સમજું છું કે
કોઇકે અથવા કહો કે ઘણા બધાએ તમારી જોડે ખોટો વર્તાવ કર્યો હોય
અને ધીમે ધીમે તમારું હ્યદય ઉષ્માહીન થઇ ગયું હોય.
તમે હવે પહેલા જેવા રહ્યા નથી. તમને પણ નવાઇ લાગતી હશે.
તમે હવે એવા મૃદુ, સૌમ્ય કે સારા રહ્યા નથી.
તમારી સહાનુભૂતિની સરવાણી સુકાઇ ગઇ છે, પ્રેમ થીજી ગયો છે.
એક વાર જ્યાં સંબંધનો સેતુ હતો, ત્યાં ભંગાણ પડ્યું છે.
આનાથી દુ:ખ થાય છે, મૈત્રી મુકાબલામાં ફેરવાઇ ગઇ છે.
પ્રેમ ધિક્કારમાં ફેરવાઇ ગયો છે, તમે દુ:ખીના ડાળિયા થઇ ગયા છો;
તમે ક્યાંક ફસાઇ ગયા હો એમ લાગે છે. તમારી બારીઓ બંધ છે
અને સૂર્યના કિરણો પ્રવેશી શકતા નથી.
જિંદગીએ તમને પછડાટ આપી છે.
અંદરથી તમને એક ઝંખના છે કે હું આમાંથી
ક્યારે મુક્ત થાઉં.
પરંતુ તમે મારું માનો તો કહું કે આમાં એક જ રસ્તો છે.
ક્ષમા !
ક્ષમા કરવી. હું જાણું છું કે એ કેટલું મુશ્કેલ છે, પણ કરવા જેવું કામ છે.
ભૂલી જવું એ એક પ્રકારની સર્જકતા છે. એ નવું જીવન નવો આનંદ
લાવે છે. તમારામાં અને બીજામાં જે અગાધ શક્યતોઓ છે તેનું એ
નિર્માણ કરે છે.
તમારે વારંવાર ક્ષમા આપવી જ પડશે.
સાત, સત્તર કે સિત્તેર વાર ક્ષમા અને તે પણ સદાયને માટે આપવી પડશે.
કારણ કે તમને પોતાને પણ અઢળક ક્ષમાની જરૂર છે.

5 Comments:

At 4:40 AM, Anonymous Ajay Patel said...

"કોઇને માફ ન કરવાની તમારી મનોવૃત્તિ તમને નીચું જોવડાવે છે." કદાચ આ અભિમાનનો જ એક પ્રકાર હશે.

જાણ્યે-અજાણ્યે થયેલી ભુલ માટે ક્ષમા માગવામાં અને કોઇ ક્ષમા માગે ત્યારે ક્ષમા આપવામાં કોઇ ખચકાટનાં હોવો જોઇએ.

સાચી વાત કરી છે લેખમાં "તમને પોતાને પણ અઢળક ક્ષમાની જરૂર છે." તમારા રોજિંદા વ્યવ્હાર પર શાંતીથી નજર નાંખીને ધ્યાનથી વિચારજો આ વાક્ય.

 
At 11:50 PM, Anonymous kirit shah said...

It is a great work - you have ability of touching each and every subject which touches the heart of a person.

You have a vast knowledge of all the subjects - keep it up - may it is due to people like you - the love and respect for each other still survives on this earth.

God Bless you
kirit shah

 
At 7:22 PM, Blogger Nav-Sudarshak said...

Very few blogs publish posts that reflect thoughts to ponder. Readers should do some mental exercise at such posts. Yours is such a post, where you need to concentrate to grasp the substance before placing a comment. One should attentively read such thoughts and find out the eesence. Good work, Jayshree! You have found out a good piece! ... Harish Dave

 
At 3:59 AM, Anonymous અમિત પિસાવાડિયા said...

અહંમ્ જ માણસ ની પ્રગતિ અને સુખ ને અવરોધે છે.
દરેક વ્યક્તિ સંપૂર્ણ હોતી નથી દરેક મા કોઇક ને કોઇક ખુબી અને ખામી રહેલી હોય છે.

ક્ષમા વિરસ્ય ભુષણમ્

 
At 1:54 PM, Anonymous Anonymous said...

Kharakhar tamari khshama mateni hrudayma utarijay tevi vaat chhe.Mane asha chhe ke 'Thuko'ke MopichhchA na vachako mari sathe jarur sahamat thashej.AApano aavo sunder vichha jarurthi dad mangi lye chhe.Dilip Bhatt,e-mail id shaildil@yahoo.com Thanks.

 

Post a Comment

<< Home