મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Monday, August 14, 2006

પરવરદિગાર દે - મરીઝબસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું,મને એ ચિતાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતા નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું 'મરીઝ',
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

5 Comments:

At 2:17 AM, Blogger radhika said...

one of my fevriout

manhar udhas na aawaj ma aa gazal sambhadi hati
aaje vanchvani pan maza aavi
khub sundar collection

 
At 9:52 AM, Blogger manvant said...

ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે !
'મરીઝ'ને દેવું કરી ઉધાર માગી પાછું
દેવું વધારવું છે ?રચના સારી છે.આભાર !

 
At 1:11 AM, Anonymous અમિત પિસાવાડિયા said...

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે.

સુંદર !!!

 
At 1:46 AM, Anonymous Rahul Shrimali said...

my one of the most favourites.
i have never listen it by Manhar udas.

 
At 10:52 PM, Anonymous DHARMESH said...

GREAT,
MARIZ SAHEB NE SALAM
KETLA SUNDAR VICHARO, ADBHUT
SUKH JYARE MADE BADHA NA VICHAR DE

 

Post a Comment

<< Home