મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Friday, August 04, 2006

મુક્તકો - રમેશ પારેખ



હોઇશ જો હું ફૂલ તો કરમાઇ જાવાનો
દીવો જો હું હોઇશ તો બુઝાઇ જાવાનો
સ્મૃતિ રૂપેય રહીશ તો સિક્કાની જેમ હું
અહીંયાથી ત્યાં પહોંચતા ખરચાઇ જાવાનો
--

ક્યાં છે વિશ્વાસના વહાણો તરી શકે એવું?
કયાં છે રણમાંય દરિયો ભરી શકે એવું?
મારી પાસે તો ફક્ત ક્ષણની પારદર્શકતા
ક્યાં છે આંખોમાં સ્વપ્ન થઇ ઠરી શકે એવું?
--

થોડી દુર્ધટના ભરી થોડી ક્ષણો ખાલી ગઇ
હું ગયો, ખૂશ્બૂઓ જ્યાં હાથ મારો ઝાલી ગઇ
ઊંઘ આવી નહીં, તો શું થયું? ના કૈં જ થયું
આંખની સપનાંઓ જોવાની ટેવ ચાલી ગઇ
---

મૌનથી વધુ કોઇ વાત જાય ના આગળ
સ્વપ્નથી કદી મુલાકાત જાય ના આગળ
ખંડના દીવાઓ તો ઠારીએ પ્રભાતે, પણ
પાંપણોમાં અટવાતી રાત જાય ના આગળ

3 Comments:

At 6:46 AM, Anonymous Anonymous said...

ખૂબ જ સરસ.... મઝા આવી ગઇ.

આભાર જયશ્રી!

 
At 2:52 PM, Anonymous Anonymous said...

ર.પા. એટલે ર.પા. એટલે ર.પા. !

 
At 9:28 PM, Anonymous Anonymous said...

ખંડના દીવાઓ તો ઠારીએ પ્રભાતે, પણ
પાંપણોમાં અટવાતી રાત જાય ના આગળ

ધવલભાઇ એ કહ્યુ એમ રમેશ પારેખ એટલે રમેશ પારેખ ... ભાઇ ભાઇ !!!

 

Post a Comment

<< Home