મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Saturday, August 05, 2006

ગઝલ - હરકિશન જોશી



તમારૂં મારા ભણી જોવું એ ગઝલ તો હતી,
દિવસનું રાત મહીં ખોવું એ ગઝલ તો હતી!

અનેક જન્મ સુધી આપણે મળ્યા જ નહીં,
મિલનનું સ્વપ્ન રૂપે હોવું એ ગઝલ તો હતી!

નજરની બ્હાર બધાં દ્ર્શ્ય તો રહી જ ગયાં,
સમયનું આ અરવ રોવું એ ગઝલ તો હતી!

વિચારવાનું પછી જે ઘડી સમાપ્ત થયું,
શબદનું મૌન જળે ધોવું એ ગઝલ તો હતી!

'કિશન' કહે તો હવે શું કહે તમારા કંઇ-
સ્મરણનું મારા મહીં હોવું એ ગઝલ તો હતી!

0 Comments:

Post a Comment

<< Home