મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Wednesday, August 23, 2006

યા હોમ કરીને પડો - નર્મદ



સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ...

સાહસે કર્યો પર્શુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગ્ત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ...

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલ્યન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે,

યા હોમ.. સહુ ચલો.. યા હોમ...

સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ...

( કવિશ્રી નર્મદાશંકર દવે : જન્મ 24-8-1833 )

7 Comments:

At 1:43 AM, Anonymous Anonymous said...

this poem of narmad inspire the nation and the young generation to do best in this world. nice

 
At 8:42 PM, Blogger Think Life said...

કવિ નર્મદે તેમના સમયમાં ગંધાઈ ગયેલા માળખામાં સબડતા સંકુચિત સમાજમાં પ્રાણ ફૂંકવા ભગીરથ પ્રયત્નો કરેલ. “યા હોમ ... “ તેનું ઉદાહરણ છે. જયશ્રી! આ અમર કૃતિ યાદ કરવા બદલ અભિનંદન ... હરીશ દવે અમદાવાદ

 
At 9:19 AM, Anonymous Anonymous said...

સુંદર શોર્યગીય...

આભાર !!!

 
At 1:43 AM, Blogger વિવેક said...

નર્મદની અન્ય કૃતિઓ આપ અહીં માણી શકો છો:


http://layastaro.com/?p=279
http://layastaro.com/?p=442
http://layastaro.com/?p=203

 
At 8:22 AM, Anonymous Anonymous said...

i have the audio recording of the song..! if anyone intersed ...sure i will upload the audio web..as i did one audio album "narmad dhaara" !
www.mehulsurti.com

 
At 6:50 AM, Blogger Agantuk said...

નર્મદની વાણી નામર્દમાં પણ મર્દાનગીનો પ્રાણ ફુંકે તેવી જોશીલી છે.

સાહસિક બનવા માટે હાકલ કરતી આ શૌર્યવાણી આજે પણ તેના સંપર્કમાં આવનારની રગેરગમાં શૂરવીરતાનો સંચાર કરે છે.

અહીં નર્મદે કોઈને પોતાનું કાર્યક્ષેત્ર બદલવાનું નથી કહ્યું પરંતુ જે ક્ષેત્રમાં હો તે ક્ષેત્રમાં - યા હોમ કરીને પડવાનું કીધું છે.

આપણે યજ્ઞમાં જ્યાંરે આહુતિઓ આપીએ છીએ ત્યારે સ્વાહા, સ્વાહા એમ ધ્વનિ કરીને પછી દ્રવ્યને યજ્ઞકુંડમાં પધરાવીએ છીએ. કંઈક એવી જ રીતે અહીં નર્મદે યા હોમ કહીને પોતાની જાતને જ પોતાના કાર્યરૂપી યજ્ઞમાં હોમી દેવાની હાકલ કરી છે.

વાહ નર્મદ ધન્ય છે તને અને તારી જનેતાને.

જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર
નહીં તો રહેજે વાંજણી, મત ગુમાવીશ નૂર

જયશ્રીબહેન આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.

 
At 12:18 AM, Blogger bhavesh desai said...

i was knowing only part of this. you introduce me to complete poem. Thanks really it gives a kick.
Bhavesh Desai
Mumbai

 

Post a Comment

<< Home