મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Friday, August 18, 2006

કાજળભર્યા નયનનાં - અમૃત 'ઘાયલ'કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જાથકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે

દિલ શું હવે હું પાછી દુનિયા ય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!

'ઘાયલ', મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે.

( મનહર ઉધાસના કંઠે આ ગઝલ સાંભળો ટહુકા પર )

5 Comments:

At 9:43 AM, Blogger manvant said...

આટલું મોહક સ્ત્રી ચિત્ર આજે જ જોવા મળ્યું !
કવિ, ગાનાર,તંત્રી સૌનો ઘણો જ આભાર !
"કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે !
કારણ નહીં જ આપું..કારણ મને ગમે છે !"

 
At 2:21 AM, Anonymous અમિત said...

કાજળભર્યા નયનનાં કામણ તો જબરા હો ,
ભાઇ ભાઇ !!!

 
At 5:06 AM, Blogger વિવેક said...

સુંદર ગઝલ અને અતિસુંદર ચિત્ર...

 
At 11:07 PM, Anonymous Hardik said...

Jayshree, thank you for this post. I was searching for this since long!

 
At 9:12 PM, Blogger Raj Solanki said...

Thx a lot for Lyrics for this amazing Ghazal.

Let me know if you need lyrics for "juo leela college ma " , "kankotri" , "dikro maro ladak vayo".

Cheers
Raj

 

Post a Comment

<< Home