મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Sunday, July 30, 2006

ફૂલડાંની ફોરમને કેમ રે... ? - પ્રેમશંકર ભટ્ટ.ફૂલડાંની ફોરમને કેમ રે ઝલાય ?
એ તો વાયરાની આંખે ઊડી જાય રે !

વીજળીનું તેજ થીર કેમ કરી થાય ?
એ તો આભા કેરા હૈયે વેરાય રે !

નાનેરાં નવણ દૈને ડૂબકી તગાય,
ઊંડા સમદર શેણેથી મપાય રે ?

નીરના પિયાસી તરસ્યા કંઠ કેરી લાય
તોયે ઝાંઝવાનાં નીર ના બુઝાય રે !

ઊંચી મ્હોલાતો, મંદિર, માળિયા ઝરૂખડે,
ચાકળા ને ચંદરવા બંધાય રે !

આભ કેરા ટોડલે તોરણો ટિંગાડવાના
મનસૂબા કેમ પૂરા થાય રે !

અણજાણી લિપિ, ભાષા, કિતાબો પઢાય,
ગૂઢા ભાગ્યને શી વિધે વંચાય રે ?

દર ને દાગીનો ઝીણું રેણ દૈ સંધાય,
તૂટ્યા આયખાને શેણેથી તુણાય રે ?

( પ્રેમશંકર ભટ્ટ. જન્મ : 30-8-1914, અવસાન : 30-7-1976 )

Saturday, July 29, 2006

રૂબાઇયાત - ઉમર ખૈયામ ( અનુ : શૂન્ય પાલનપૂરી )કેવું રાતું ચોળ છે, જો આ સુમન વનફાલનું
જોઉં છું એની રગોમાં લોહી કો મહિવાલનું
જો આ નમણી નવલતાની નર્મ નાજુક પાંદડી
છૂંદણું લાગે છે એ કોઇ રૂપાળા ગાલનું
--

કાલ મેં લીલા નિહાળી હાટમાં કુંભારની
માટી પર ઝડીઓ વરસતી જોઇ અત્યાચારની
વ્યગ્ર થઇને માટી બોલી, "ભાઇ કૈં વિવેક રાખ
મેંય તારી જેમ ચાખી છે મજા સંસારની"
--

જગ-નિયંતા એની સત્તા જો મને સોંપે લગાર
છીનવી લઉં ઋત કનેથી ભાગ્યનો સૌ કારભાર
એ પછી દુનિયા નવી એવી રચું કે જે મહીં
સર્વ જીવો મન મુજબ લૂટીં શકે જીવન-બહાર
--

ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન છે આપણું
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઇની વ્યથા
કાર્ય પૂરું થઇ જતાં સ્થાયી મિલન છે આપણું
--

લેખ વિધિએ લખ્યા મારા, મને પૂછ્યા વગર
કર્મની લીલા રચી રાખી મને ખુદ બેખબર
આજ પણ ચાલે છે ક્યાં મારું મનસ્વી દોરમાં
હું કયામતમાં હિસાબ આપું કયા આધાર પર
--

ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધા વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો' અધર
કાંસકીને જોકે એના તનના સો ચીરા થયા
તો જ પામી સ્થાન એ પ્રિયાની જુલ્ફ પર
--

ઓ પ્રિયે, કઠપૂતલીઓનો છે તમાશો જિંદેગી
ભવના તખ્તા પર નચાવે છે વિધિની આંગળી
અંક ચાલે ત્યાં લગીનો છે અભિનય આપણો
શૂન્યની સંદૂકમાં ખડકાઇ જાશું એ પછી
--

સૌ પ્રથમ તો હું ન આવત. આવતે તો જાત ના
હોત મારા હાથમાં તો આમ ધક્કા ખાત ના
કિંતુ સારું તો હતે બસ એ જ કે મિથ્યા જગે
કષ્ટમય આવાગમનનો પ્રશ્ન ઊભો થાત ના

Friday, July 28, 2006

અમથા અમથા - 'સરોદ'

અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.

એક ખૂણામાં પડી રહેલા
હતા અમે તંબૂર;
ખટક અમારે હતી, કોઇ દી
બજવું નહીં બેસૂર:
રહ્યા મૂક થઇ, અબોલ મનડે
છાના છાના રડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

જનમ જનમ કંઇ ગયા વીતી ને
ચડી ઊતરી ખોળ;
અમે ન કિંતુ રણઝણવાનો
કર્યો ન કદીયે ડોળ:
અમે અમારે રહ્યા અઘોરી,
નહીં કોઇને નડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

આ જનમારે ગયા અચાનક
અડી કોઇના હાથ;
અડ્યા ન કેવળ, થયા અમારા
તાર તારના નાથ:
સૂર સામટા રહ્યા સંચરી,
અંગ અંગથી દડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

હવે લાખ મથીએ, નવ તો યે
રહે મૂક અમ હૈયું;
સુરાવલી લઇ કરી રહ્યું છે
સાંવરનું સામૈયું:
જુગ જુગ ઝંખ્યા સરોદ સ્વામી
જોતે જોતે જડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

Thursday, July 27, 2006

આકાશનું ગીત - અનિલ જોશી- કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

ગોફણની છૂટતો પથ્થર થઇને કયાંક
પટકાતું ભોંય મને લાગું
ગુલમ્હોરી ડાળખીના લીલા આકારને
ઝૂકી ઝૂકીને તોય માગું

કલરવની સુંદરીને લઇને પસાર થતી જોઇ લઉં પોપટની પાલખી
- કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

વગડાનું ઘાસ નથી માંગ્યું સખી, કે નથી
માગી મેં પર્વતની ધાર
ચકલીનો નાનકો ઉતારો આપીને તમે
લઇ લ્યો ને ઊડતો વિસ્તાર !

નીકળતા વાયરે ચડતી પતંગના કાગળમાં ગીત દઉં આળખી
- કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

(આ રચના સમજવામાં મદદ કરશો? )

કવિ શ્રી અનિલ જોશી ( જન્મ : 28 જુલાઇ,1940 )ની બીજી રચનાઓ :
ગીત ( મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી )
અમે બરફના પંખી
પહેલા વરસાદનો છાંટો
કન્યા-વિદાય
દીકરી વ્હાલનો દરિયો...

મને પરવડે નહીં - સ્નેહી પરમાર
આ આટલી ખારાશ, મને પરવડે નહીં
દરિયો જ હો ચોપાસ, મને પરવડે નહીં

મારે સળગતો હાથ લઇને ઘૂમવું સતત
તારે જ રમવો રાસ, મને પરવડે નહીં

મરવું નથી ને યાર હવે જન્મવું નથી
આ કાયમી પ્રવાસ, મને પરવડે નહીં

તારી રજા ના લેય, અને આવજા કરે
એવો તો કોઇ શ્વાસ, મને પરવડે નહીં

બેશક કલમનું વાંઝિયું હોવું મને ગમે
કિન્તુ, એ પ્રસવે લાશ, મને પરવડે નહીં

Tuesday, July 25, 2006

આજે થોડી વાતો... મારા વિષે, મારી મેરેથોન વિષે....
જ્યારે અમેરિકાના સ્ટુડંટ વિઝા લીધા, ત્યારે જરા ખબર ન હતી, કે અમેરિકા કેવું હશે? અને હું ત્યા એકલી કેવી રીતે રહીશ? આમ તો ઘણા વિદ્યાર્થીઓ આવે જ છે, એટલે હું કોઇ મોટું તીર નો'તી મારી રહી.. પરંતુ ઘરથી, માતા-પિતાથી આટલે દૂર પહેલી વાર આવી.. એટલે બીક પણ હતી જ મનમાં.

પરંતુ કહેવત છે ને, હિંમતે મર્દા તો મદદે ખુદા. ( તારક મહેતાના એક લેખ "ફીફ્ટી ફીફ્ટી"માં એમણે લખ્યું'તું : હિંમતે નારી તો મદદે માતાજી..:)) મેં સાંભળ્યું હતુ, કે અમેરિકામાં કોઇ કોઇનું સગું નહીં. મારા સદનસીબે સગાઓ અને મિત્રોનો ઘણો સહકાર મળ્યો. અને જોત જોતામાં તો ભણતર પૂરું પણ થઇ જવાનું.


એક દિવસ કોલેજના સ્ટુડંટ લોંજમાં "સેન ફ્રાન્સિસ્કો એઇડ્સ મેરેથોન ટ્રેનિંગ પ્રોગ્રામ"નું ફરફરયું મળ્યું. આમ તો એ પહેલા મેરેથોનના પોસ્ટર ટ્રેનમાં અને બસમાં જોયા હતા, પણ એ દિવસે વધારે વિગતે માહિતી મળી. એમાં લખ્યું હતું, કે તમે જિંદગીમાં ક્યારેય ન દોડયા હોય, તો પણ અમે તમને 6 મહિનામાં તાલિમ આપીને મેરેથોન દોડવા સક્ષમ બનાવીશું.


મને થયું, ચલો, કોશિશ કરી જોઇએ. ફોન કર્યો તો ખબર પડી કે એ તો charity માટે છે. $ 100 ભરીને રજીસ્ટર કરો, અને પછી $ 1700 નો ઓછામાં ઓછો ફાળો ઉઘરાવો "એઇડ્સ ફાઉંડેશન" માટે, ત્યારે આ તાલિમ મળે. જો ફાળો ભેગોના થાય, તો ક્યાં તો તાલિમ છોડવી પડે, અથવા તમારા ખિસ્સામાંથી ખૂટતી રકમ ભરવી.

સાચું કહું તો, એક નવો અનુભવ મળશે, એમ કરીને જ આ ચાલું કર્યું. મને થયું, જો 1700 ભેગા ના થાય, તો છોડી દઇશ.. પરંતુ 2 મહિના સુઘી દર શનિવારે સવારે તાલિમ માટે ગઇ, પછી તો જાણે એની આદત પડી ગઇ. લગભગ દર શનિવારે જીવનની અત્યાર સુઘીની સૌથી લાંબી દોડ દોડતી.. સાથે સાથે એક નવો જુસ્સો, કંઇ કરી બતાવવાનો.. એક જવાબદારીનો અહેસાસ.. રજીસ્ટ્રેશનની સાથે સાથે એક committment આપ્યું હતું, કે દુનિયાના લાખો એઇડ્સ પિડિત લોકો માટે મારાથી બનતું કંઇક કરીશ.

મેરેથોન માટેનો સમય નજીક આવી રહ્યો છે. ગણતરીના દિવસો બાકી છે. આ શનિવારે તાલિમનો છેલ્લો દિવસ હતો. અમારા બંને તાલિમ શિક્ષકો ભાવવિભોર થઇ ગયા હતા, અમને છેલ્લીવાર સલાહ આપતા આપતા..

30 જુલાઇ ના રવિવારે સવારે 5.30 થી તો મેરેથોન ચાલુ..
મેરેથોન વિષે વધારે જાણવું હોય તો અહીં ક્લિક કરો.

અને હા.. થોડા દિવસ પહેલા આપણે સેન ફ્રાન્સિસ્કોની મુલાકાત લીઘેલી, યાદ છે ??

જો હેલિકોપ્ટરમાં બેઠા બેઠા આ શહેર કેવું દેખાય, એ જોવું હોય તો અહીં ક્લિક કરો.

( આ વિડિઓ મેરેથોન course નો છે )


આજે આ બધી વાતો અહીં કેમ કરું છું ? કારણ કે મને તમારી શુભેચ્છાની જરૂર છે.

તમારે મને આ કામમાં મદદ કરવાની ઇચ્છા હોય તો અહીં ક્લિક કરીને તમારો ફાળો આપી શકો છો.

એક નાનકડા અકસ્માતને લીધે હું વચ્ચે 1 મહિનો સુધી તાલિમમાં ન જઇ શકી. 26 માઇલનો "celebration training run" પણ હું ચુકી ગઇ.. તે છતાં મને વિશ્વાસ છે કે હું આ મેરેથોન પૂરી કરીશ.

વડીલોના આશિર્વાદ, અને મિત્રોની શુભેચ્છાઓની આશા રાખું છું.

આભાર.
જયશ્રી ભક્ત.

સાથે મૂકીને જો - જયેન્દ્ર શેખડીવાળાઅંધારને, અજવાસને સાથે મૂકીને જો
અવકાશને, આ શ્વાસને સાથે મૂકીને જો

પીળાં ફૂલોનો સૂર્ય નહીં આથમે કદી
સ્મરણ અને સુવાસને સાથે મૂકીને જો

તું હોય છે તો હોય છે સ્પર્શોની વારતા
તું લાગણીના પ્રાસને સાથે મૂકીને જો

ગઇકાલની હવાઓ તને સાંભરી જશે
ઝાંખો દીવો, ઉજાસને સાથે મૂકીને જો

લથબથ અવાજમાં કશું તેં પણ કહ્યું હતું
ગઝલને, બાહુપાશને સાથે મૂકીને જો

Sunday, July 23, 2006

હું માણસ છું કે ? - ચંદ્રકાન્ત શાહ.આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?
આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઇ જનમની હજી કનડતી ઈચ્છાઓથી જીવતર લથબથ ભીંજે
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે ?

આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

છાતી અંદર શ્વાસ થઇને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો
હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો.
ફિલસૂફોનાં ટોળાં વચ્ચે એકલવાયો અવાજ લઇને રખડું છું હું માણસ છું કે ?

ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?

પાંખો કાપવી 'તી તો... - કૃષ્ણલાલ શ્રીધરાણીપાંખો કાપવી 'તી તો... રે...
મોરલાને જનમ કેમ આપ્યો?
હે! પડઘો ન પાડવો તો... રે...
અંતરે સાદ કાં આલપ્યો ?
- જનમ કેમ આપ્યો?

સામી મ્હોલાતમાં દીવડી ફરૂકે,
ફરૂકે મારા અંતરની જ્યોતિ !
હે ! આડી ચણી આ કાચની દીવાલ તો,
લોહની દીવાલ કાં ન રોપી ?
- સાદ કાં આલપ્યો ?

પાંખો કાપવી 'તી તો... રે...
મોરલાને જનમ કેમ આપ્યો?

Friday, July 21, 2006

એક કાવ્ય - પુરુરાજ જોષી


એમણે
સર્જ્યું અસીમ આકાશ
અને ધરા પર
લહેરાવ્યાં કાંઇ છમલીલેરાં વૃક્ષો
પક્ષીઓને કહ્યું,
આવો,
કર્ણમધુર કલશોર લઇને
આવો
વૃક્ષોની ડાળે બાંધો માળા
ને
મધમીઠાં ફળ ચાખો....
વિહગો આવ્યાં
વૃક્ષો પર ખીલ્યો કલરવ
પછી -
પછી પ્રવેશ્યા તમે
હાથમાં પીંજર લઇને
તમે -
હા તમે ઉતરડી નાખ્યું
પંખીની પાંખો પરથી
એનું નીલાકાશ
પૂરી દીઘું એને
સાંકડા પીંજરમાં
અને હજી તો
કરો કામના સૂણવા
મઘુરા કલરવની ?!

Thursday, July 20, 2006

થોડોએક તડકો - ઉમાશંકર જોષી

કવિ શ્રી ઉમાશંકર જોષી ( જન્મ : 21 જુલાઇ, 1911 )
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

કાળાં ભમ્મર હતાં વાદળાં છવાયાં,
છૂપા હતા દૂર દૂર રવિરાયા,
સાંજની ઢળી હતી ઘનઘેરી છાયા,
ઓચિંતી આવી વાયુલહરી કહીંયથી,
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

તરુઓની ડાળીઓએ પડતો એ ઝીલ્યો,
પાંદડાની લીલી કટોરીઓમાં ખીલ્યો.
ઊડતાં પંખીની પાંખ કહે : કો ભરી લ્યો !
કૈંક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી.
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

(તા. 31 ઓગષ્ટ, 1947)

રાખનાં રમકડાં - અવિનાશ વ્યાસ

કવિ શ્રી અવિનાશ વ્યાસ ( જન્મ : તા. 21 જુલાઇ, 1911 )

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત ગમતું માંગે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …

Wednesday, July 19, 2006

આભ - મણિલાલ દેસાઇ

કવિ શ્રી મણિલાલ દેસાઇ ( જન્મ : 19 જુલાઇ, 1939 ; અવસાન : 4 મે, 1966 )આભને નહીં હોય રે આભની માયા
નહીં તો એ વેરાન કે વને, આવળ બાવળ ઝાડ કે જને
ડોળતું નહીં રહેય રે એની સોનલવરણી છાયા!

વાદળી જરાક ઝૂકતી જરાક ઝરતી ક્વચિત નાવ લઇને નિજની
રહેતી ક્ષિતિજતીરે ફરતી દિવસરાત,
ક્યારેક ખાલીખમ ને ક્યારેક ભરતું ચોગરદમ, બીડેલા રીસમાં
રાધાશ્યામના જેવા હોઠ તો જાણે માંડે ઝાઝી વાત !
ક્યાંક સમાવે પાંખમાં પવન, ક્યાંક પવનને પાંખમાં ભરી
આવતું તરી દૂરથી મૂકી દૂર રે એની કાયા!

ઊતરે જોઇ જલ ને રહે ઝૂકતું જોઇ થલ, જરામાં લાગતાં ઝોકો
વેરાઇ જતું માનવી મનેમંન;
નમતે પ્હોરે તળાવપાળે કુવાથાળે ઊતરી બેસે ચકલાંટોળું,
લાગતું ત્યારે નભને જાણે ભીંજાતું એનું તંન!
કોઇ વેળા વન ઝૂકતાં, ઝાડવાં તૂટતાં, બાગમાં છૂટતા ફૂલફુવારા
એની સાત સમુંદર તરતી રહેતી છાયા!

Tuesday, July 18, 2006

જળ વ્હેર્યું - વ્રજલાલ દવે
આઘી આઘી કીધી જાતરા,
ખોયા આંગણાના રામ;
ખાલી રે ખજાના લાગ્યા પંડના,
પરના મબલખ તમામ !
જળ રહે વ્હેર્યું, જીવ ! કેટલું ?

દોરંગી દૂરની વેલીએ
જોયાં ઝાઝેરાં ફૂલ ;
ટોડલે ટ્હૌકંતી રાતરાણીનાં
રૂપ ખરી ગ્યાં વણમૂલ !
જળ રે વ્હેર્યું, જીવ ! કેટલું ?

પલ પલ સુણ્યા અંતરસાદ
તેં, દીધા કાને કાં હાથ ?
જીભને પટુડે જગ જીતવા
ભીડી ભવ શું તેં બાથ ?
જળ રે વ્હેર્યું, જીવ ! કેટલું ?

(આ કાવ્યનો ભાવાર્થ સમજવામાં તમે મદદ કરશો ? વ્હેર્યું એટલે કાપવું, છુટું કરવું. પરંતુ અહીંયા એ કયા અર્થમાં લેવાયું છે એનો મને ખ્યાલ ના આવ્યો. )

Monday, July 17, 2006

કાળું ગુલાબ - હર્ષદ ત્રિવેદી


મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.
અંધારા આંખોમાં ઊતરી આવ્યાં કે હવે દેખું છું કાળાં હું ખ્વાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

આંગણાનાં તુલસીને પૂજવા તો જાઉં પણ અંદરથી રોકે છે કોક,
માળા તો પ્હેરી છે બબ્બે સેરોની તોયે અડવાણી લાગે છે ડોક;
આયનો તો પૂછે છે જુઠ્ઠા સવાલ અને માગે છે સાચા જવાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

સપનાં કૈં કાચની બંગડી નથી કે એને પથ્થર પર પટકું ને તોડું,
ઉંબરની બહાર કૈં દરિયો નથી કે ભાન ભૂલું ને ખળખળતી દોડું;
જુઠ્ઠા તો જુઠ્ઠા પણ ગણવાના શ્વાસ અને કરવાના સાચા હિસાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

Sunday, July 16, 2006

ત્યાં સુધી - ભાનુપ્રસાદ ત્રિવેદી


તરું છું તામ્રપત્રમાં થકાય ત્યાં સુધી
ઠગ્યા કરું મને જ હું ઠગાય ત્યાં સુધી.

નિજી હતી એ જાતરા ને પારકાં ચરણ
ઉધાર માગતો રહ્યો મગાય ત્યાં સુધી.

કરી લીઘી છે સંધિ જાત સાથે ક્યારની
રહું છું ભાગતો સ્વ-થી ભગાય ત્યાં સુધી.

મને ડુબાડવામાં તને ભાન ના કે હું -
તને જ તાગતો રહ્યો તગાય ત્યાં સુધી.

ચળાવવાય એટલા થતા પ્રયત્ન, કે -
ચણાઇને ખડો હવે ડગાય ત્યાં સુધી.

અલ્પક રાતનાં ભર્યાં એવાં ભરણ નભે -
ફરકી નહીં સવાર પણ, જગાય ત્યાં સુધી.

સ્વરો ને વ્યંજનોની ઘોરમાં દટાઇ રહ્યો
હિમે દગોના થીજતો, ધગાય ત્યાં સુધી.

( આ ગઝલનો ભાવાર્થ મને બરાબર ના સમજાયો. તમે મદદ કરશો ? )

Saturday, July 15, 2006

ગઝલ - હર્ષ બ્રહ્મભટ્ટ.જા, કશીયે વાત ના કર,
પુષ્પ પર આઘાત ના કર.

ચૂપ મારે થૈ જવું છે,
મૌનમાં તું શબ્દ ના ભર.

આગ બન કે જળ બની જા,
બર્ફક થૈને આમ ના ઠર.

પીગળીને પાર તું થા,
આંસુમાં તું આમ ના તર.

સૂર્ય, તું આંખો મીંચી દે,
ઓસ પર આઘાત ના કર.

Thursday, July 13, 2006

ચાલો... આજે સેન ફ્રાન્સિસ્કો ફરીયે...

જ્યારે અમેરિકાના સ્ટુડંટ વિઝા લેવા મુંબઇ જવાનુ હતુ, તો એક મહિના પહેલાથી દરરોજ એની તૈયારી... 'કોન્સ્યુલેટ ઓફિસર' કોઇ પણ સવાલ પૂછી શકે. બધાને પૂછાતો એક પ્રશ્ન, 'કઇ યુનિવર્સિટિમાં જાવ છો?' એનો જવાબતો હતો.. "ગોલ્ડન ગેટ યુનિવર્સિટિ". પરંતુ એ પૂછે, કે તને ખબર છે કે 'ગોલ્ડન ગેટ' શું છે? તો એ મને ત્યારે ખબર નો'તી. યુનિવર્સિટિના પ્રોસ્પેક્ટસમાં વાંચ્યું કે સેન ફ્રાન્સિસ્કોમાં કોઇ વિશ્વવિખ્યાત ગોલ્ડન ગેટ બ્રિજ આવેલો છે. બસ, એ યાદ રાખી લીધું.સેન ફ્રાન્સિસ્કોમાં રહેવાની અને ભણવાની ખરેખર મઝા આવી. એનું સૌથી મોટુ કારણ એ કે સેન ફ્રાન્સિસ્કોમાં દુનિયાના દરેક ખૂણેથી આવેલા લોકો જોવા મળે. રસ્તા પર ભીડ અને ટ્રાફિક જોઇને કંઇક અંશે મુંબઇ યાદ આવે. અઠવાડિયામાં બે દિવસ 'ફાર્મર્સ માર્કેટ' ભરાય, જે વાપીના શાક માર્કેટની યાદ અપાવે. અને મારા જેવાને સૌથી મોટો ફાયદો થાય અહીંની બસ - ટ્રેન નો. ( San Francisco is rated TOP among other cities of USA, in terms of public transportation. ) દોઢ વર્ષમાં મને કોઇ દિવસ Car ની જરૂર નથી પડી. મેં સાંભળ્યું છે કે અમેરિકાના મોટાભાગના શહેરોમાં ગાડી વગર તમે handicape થઇ જાઓ. પરંતુ 'Bay Area'(San Francisco and other cities nearby, which are around the Bay, so its called Bay Area )માં કશે પણ જવુ હોય, આસાનીથી બસ, ટ્રેન મળી રહે છે.

આમ તો સેન ફ્રાન્સિસ્કો બીજી ઘણી બાબતો માટે જગવિખ્યાત છે. તો ચલો, આજે મારા સેન ફ્રાન્સિસ્કોની એક ઝલક બતાવું.

Golden Gate Bridge
The Golden Gate Bridge, completed after more than four years of construction at a cost of $35 million, is a visitor attraction recognized around the world. The GGB opened to vehicular traffic on May 28, 1937 at twelve o'clock noon, ahead of schedule and under budget, when President Franklin D. Roosevelt pressed a telegraph key in the White House announcing the event. The Golden Gate Bridge's 4,200 foot long main suspension span was a world record that stood for 27 years. The bridge's two towers rise 746 feet making them 191 feet taller than the Washington Monument. The five lane bridge crosses Golden Gate Strait which is about 400 feet, or 130 meters, deep.
The American Society of Civil Engineers named the Golden Gate Bridge one of the "Seven Wonders of the Modern World"

Alcatraz Island ('The Rock' fame )


Alcatraz Island history includes serving as a military fortification in the 1850’s, an incarceration facility for Spanish-American War prisoners, and a federal maximum-security prison from 1934 to 1963.
Alcatraz Island was seized and occupied by a group of American Indians from 1969 to 1971 in a successful protest against the Bureau of Indian Affairs. The Occupation of Alcatraz Island served as a catalyst for change; a starting point for major events, protests, occupations and legislation that has effected the lives of American Indians ever since.

The Cable Car


The driving force behind the San Francisco cable car system came from a man who witnessed a horrible accident on a typically damp summer day in 1869. Andrew Smith Hallidie saw the toll slippery grades could extract when a horse- drawn streetcar slid backwards under its heavy load. The steep slope with wet cobblestones and a heavily weighted vehicle combined to drag five horses to their deaths. Although such a sight would stun anyone, Hallidie and his partners had the know-how to do something about the problem.
1873 Sept. 1 - Clay Street line starts public service at an estimated cost to build of $85,150
1906 April 18 - San Francisco's Great Earthquake damages the cable cars, allowing United Railroads (URR) to convert much of the city to streetcar service

Today, Cable Car is the major tourist attraction of San Francisco

Fisherman’s WharfSan Francisco’s most popular destination. Known for its historic waterfront, delicious seafood, spectacular sights and unique shopping, Fisherman’s Wharf offers a wide array of things to do for everyone.

The Transamerica Pyramid
The Transamerica Pyramid is both a distinctive structure revered by San Franciscans and a landmark of international recognition.

The Transamerica Pyramid is located in the heart of the Montgomery Financial District in San Francisco, California. It is a part of Transamerica Center (a complex that includes Two Transamerica Center and Transamerica Redwood Park) and encompasses nearly one city block.

Lombard StreetLombard Street is San Francisco and America's crookedest street. What does this mean? The steep, hilly street was created with sharp curves to switchback down the one-way hill past beautiful Victorian mansions. The street is paved with bricks and is an amazing site to see as demonstrated by the photos.

The San Francisco-Oakland Bay Bridge
The San Francisco-Oakland Bay Bridge known locally as the Bay Bridge) is a toll bridge which spans the San Francisco Bay and links the Californian cities of Oakland and San Francisco in the United States. The bridge consists of two major segments connecting a central island, Yerba Buena Island, with each shore. The western segment terminating in San Francisco consists of two suspension bridges end-to-end with a central anchorage. The eastern span terminating in Oakland consists of a truss causeway, five medium-span truss bridges and a double-tower cantilever span, scheduled to be replaced by an entirely new structure now under construction. The original bridges were designed by Ralph Modjeski. The Bay Bridge opened for traffic on November 12, 1936, six months before San Francisco's other famous bridge, the Golden Gate.

Ferry Building


Opening in 1898 on the site of the 1875 wooden Ferry House, the Ferry Building became the transportation focal point for anyone arriving by train from the East, as well as from all the East Bay and Marin residents who worked in the city. From the Gold Rush until the 1930s, arrival by ferryboat became the only way travelers and commuters—except those coming from the Peninsula—could reach the city.

The Ferry Building redevelopment represents approximately 65,000 square feet of first floor Marketplace space, and an additional 175,000 square feet of premium second and third floor office space. The Marketplace, organized along the central Nave, provides a distinctive space for bringing together the greater Bay Area's agricultural wealth and renowned specialty food purveyors under one roof. The exterior and main public hall have been restored to their original grandeur for use by ferry passengers and the public at large.

The Palace of Fine ArtsOn land originally belonging to the Presidio, the Palace of Fine Arts was built in 1915 for the Panama-Pacific International Exposition. Today the site, which belongs to the City of San Francisco, features a classical Roman rotunda with curved colonnades in an idyllic park setting. Visitors may picnic, stroll by the lake, or visit the Exploratorium's hands-on science exhibits in the adjacent museum.

The Muir Woods - Redwoods Forest

Chine TownOcean Beach


At last, but not the least...
ઊંચી નીચી હૈ ડગરિયા.....


નક્કી દુખે છે તને પેટમાં ! - કૃષ્ણ દવે


( સુનામી, દરિયાઈ ભૂકંપ, ડિસેમ્બર 26, 2004 )

નક્કી દુખે છે તને પેટમાં !
નહિતર તું આ રીતે મોજાં કંઇ મોકલે, ને ડુંસકાંઓ મોકલે કંઇ ભેટમાં ?

નક્કી દુખે છે તને પેટમાં !
નહિતર આ આંગણું જ રમતી પગલીઓનો અટકાવે કોઇ દિવસ શ્વાસ ?
માના ખોળામાંથી થરથર કંપીને કદી ઊડતો જોયો છે વિશ્વાસ ?
ઘૂંટી ઘૂંટીને કેવો કક્કો લખે, ને પાછો ભૂંસી પણ નાખે છે સ્લેટમાં ?

નક્કી દુખે છે તને પેટમાં !
નહિતર તું ધારે તો દરિયા પીવે છે, ને ધારે તો પીવે છે ઝેર.
રોઇ રોઇ મોજાંએ પૂછ્યું હશે કે મારે કાંઠાની સાથે શું વેર ?
બહેરા બે કાન કદી સાંભળે છે કોઇનુંય ? લઇ લે જે આવે લપેટમાં.

નક્કી દુખે છે તને પેટમાં !
માણસની જેમ હવે તારી પણ માણસાઇ, પળભરમાં જાય છે કાં ફાટી ?
વ્હાલસોયાં સપનાંનાં ઢગલાંને સંઘરતાં કંપી ઊઠે છે હવે માટી.
આંસુની કિંમત કાં સસ્તી થઇ જાય સાવ, દર વખતે તારા બજેટમાં ?

નક્કી દુખે છે તને પેટમાં !

(આમ તો આ કાવ્ય 'સુનામી'ને ઘ્યાન્માં રાખીને લખાયું છે, પરંતુ છેલ્લી થોડી પંકિતો મુંબઇની આજની પરિસ્થિતિને ઘણી અનુરૂપ લાગે.)

Tuesday, July 11, 2006

સાહ્યબો - રઘુનાથ બ્રહ્મભટ્ટસાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની,
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,
કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી.

રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ :
ઓઢણી ઓઢી ઉમંગની.

- રઘુનાથ બ્રહ્મભટ્ટ
( જન્મ : ડિસેમ્બર 13, 1892 ; અવસાન : જુલાઇ 11, 1983 )

તકિયાકલામ - અંકિત ત્રિવેદીસાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે -

મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે-,
શ્વાસોની આવજાવને દંડવત્ પ્રણામ છે.

પેલો સૂરજ તો સાંજ ટાણે આથમી જશે
આંખોમાં તારી ઊગશે એને સલામ છે.

પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઇશ હું,
સપનામાં તારા આવીને મારે શું કામ છે ?

નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,
હું શબ્દનો કે શબ્દ આ મારો ગુલામ છે !